ડીસા સહિત જિલ્લાભરમાં ઠંડીનું જોર વધ્યું ! તાપણાની મૌસમ ખીલી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : ડીસા સહિત જીલ્લાભરમાં નુતન વર્ષની શરૂઆતમાં જ ઠંડીનુ જોર વધતા ઠંડીનો પારો ગગડતા તાપણાની મૌસમ ખીલી ઉઠી છે.

ઉત્તરીય બર્ફિલા પવનો છેલ્લા કેટલાક દિવસોથી ફુંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેના લીધે લોકોને ઠંડીમાં ધ્રુજવાનો વારો આવ્યો હતો અને ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લા ઉપર વર્તાઇ રહેતી હોવાને લઇને ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી હતી ત્યારે ડીસા હવામાન વિભાગમાંથી મળતી વિગતો પ્રમાણે ડીસાનું લઘુતમ તાપમાન બે દિવસમાં ૪.૮ ડિગ્રીના ઘટાડા સાથે રવિવારના રોજ ઠંડીનો પારો ૧૨.૪ ડિગ્રી નોંધાયો હતો. ધીરે ધીરે જોર પકડી રહેલી ઠંડીને લઇ બજારોમાં ગરમ વસ્ત્રોની પણ માંગ જોવા મળી રહી છે. ઉપરાંત ઠંડીનું જોર વધતા કોરોના વાઇરસની સાથે વાઇરલજન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે જ્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઠંડીને લઇ રવી સીઝનનો પાકોને મોટો ફાયદો થઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.