ડીસા સહિત જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની શકયતા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા પંથકમાં ઠંડી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવા સાથે કાતિલ ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. જેના પગલે વહેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાયું હતું. વાતાવરણ માં આવેલા પરિવર્તનના કારણે વિજીબિલિટી ડાઉન થતા વાહન ચાલકો પણ અટવાયા હતા તેમજ અચાનક વાતાવરણ પલટાતા બેવડી ઋતુનો પણ અનુભવ થયો હતો.
જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી બે થી ત્રણ દિવસમાં લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શકયતા વ્યક્ત કરાઈ છે. જાેકે ઠંડી વધવાની સાથે બટાકાના પાક સહિત રાયડાના પાકને પણ ફાયદો થવાની શકયતા રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.