બનાસકાંઠાના ડીસામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા કુલ આંક ૧૩૪ નોંધાયો
બનાસકાંઠાના ડીસામાં દિન પ્રતિદિન કોરોના પોઝીટિવ કેશોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યો છે
ડીસામાં બહારથી આવેલા મોટાભાગના દર્દીઓ સારવાર દરમિયાન સાજા થઈ જતા સમગ્ર શહેરની જનતામાં ભય ઓછો થયો હતો પરંતુ અન લોક – ૧ બાદ સોમવાર અને ગુરુવારે પણ વિવિધ વિસ્તરોમાંથી ત્રણ – ત્રણ કોરોના પોઝીટિવ કેશ નોંધાયા હતા ત્યારબાદ ગઈકાલે શુક્રવારે પણ શહેરની મધ્યમાં આવેલી લક્ષમી નારાયણ સોસાયટીમાં રહેતા અજયભાઈ નાગરદાસ પંચિવાળા (ઉંમર ૫૭ વર્ષ ) ને પણ કોરોના પોઝીટિવ આવતા ભયનું વાતાવરણ સર્જાયું હતું કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ ડીસામાં અત્યાર સુધી કુલ ૨૭ કેશ નોંધાયા છે જોકે શહેરમાં વધી રહેલા કેશોના પગલે ગઇકાલે શુક્રવારે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એક બેઠક યોજવામાં આવી હતી જેમાં સાવચેતીના ભાગ રૂપે બજાર ની તમામ દુકાનો સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ છતાં શહેરમાં સતત વધી રહેલા કેશના પગલે જિલ્લામાં કોરોના પોઝીટિવનો આંકડો ૧૩૪ સુધી પહોંચી જવા પામ્યો છે.