ડીસા સહિત જિલ્લાભરમાં વાદળો છવાયા : કડકડતી ઠંડીમાંથી મળી આંશિક રાહત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોલ્ડવેવની અસર જાેવા મળી હતી. સિઝનમાં સૌથી નીચો લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાતા સમગ્ર પંથકમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ ફરી એકવાર હવામાનમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાતાં ઠંડીમાં ઘટાડો નોંધાતા નાગરિકોને ઠંડીથી આંશિક રાહત મળી છે. ડીસામાં ગઈકાલે ૯.૬ ડીગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષાની સીધી અસરને લઇ બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ૧૦ ડિગ્રી નીચે તાપમાનનો પારો પહોંચી જતા કાતિલ ઠંડી પડી રહી હતી પરંતુ રવિવારના વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો જાેવા મળતા આકાશમાં વાદળો છવાયા હતા. જેને લઇ ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોને મોટી રાહત થઇ છે. જાેકે હવામાન નિષ્ણાતો પાસેથી જાણવા મળતા પ્રમાણે બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણ બાદ ફરી એકવાર સમગ્ર પંથકમાં ઠંડીનું મોજું જાેવા મળશે પરંતુ અત્યારે તો જિલ્લાવાસીઓને ઠંડી માંથી આંશિક રાહત મળી છે. જાેકે વાતાવરણમાં આવેલા પલટાથી કમોસમી માવઠું થવાની શક્યતા બહુ ઓછી જાેવા મળી રહી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.