જુનાડીસા કોલેજ દ્વારા અંબાજીના માર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન
મુમનવાસથી મોટાસડા સુધીના માર્ગની સફાઈ: ડીસા યુવક સંઘ મુંબઈ સંચાલીત ઓસવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાડીસા દ્વારા અંબાજીના માર્ગો પર “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ભાદરવી પૂનમના મહામેળામાં મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ઓસવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાડીસા કોલેજમાં ચાલતા રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ. એકમ દ્વારા પ્રિન્સિપાલ ડૉ.વિશાલભાઈ બારોટ અને પ્રોગ્રામ ઓફિસર પ્રો.નિમેષભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ 25 એન.એસ.એસ. તાલીમાર્થીઓ સાથે મળીને મુમનવાસથી મોટાસડા સુધીના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેને લોકોનો પ્રચંડ સહયોગ સાંપડ્યો હતો.