ડીસા શહેરમાં ગટરના મુખ્ય નાળાની સાફ-સફાઈ હાથ ધરાઈ
સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો દિનપ્રતિદિન ઉંચો વધી રહ્યો છે. વધુ ગરમીના કારણે ચોમાસામાં સારો વરસાદ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા શહેરમાં પણ પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થતી ગટરના મુખ્ય નાળાઓની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે.
વોર્ડ નં 2 ના સદસ્યોની ઉપસ્થિતિમાં ગુલબાણીનગર નવજીવન સોસાયટી સહિત બેકરી કુવા વ્હોળા વિસ્તારમાંથી પસાર થતી ગટરોની જેસીબી મશીન અને ટ્રેકટરથી સાફ-સફાઈ કરી નાળાઓ સાફ કરવામાં આવ્યા છે. જેથી ચોમાસાની ઋતુમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ પણ તુરંત કરી શકાય. દર વર્ષે નાળાઓની સાફ-સફાઈ કરવામાં આવે છે અને દર વર્ષે ખુલ્લા ગટરના નાળામાં મોટા પ્રમાણમાં કચરો બહાર કાઢવામાં આવે છે. ત્યારે પાલિકા અને સરકાર દ્વારા સંકલન કરી શહેરમાં ખુલ્લા ગટરના નાળાઓ ઢાંકવામાં તો દર વર્ષે સરકારની ગ્રાન્ટનો ખર્ચ પણ ઓછો થઈ શકે તેમ છે. પાલિકની હદમાં ખુલ્લી ગટરોના નાળા ખુલ્લી હાલતમાં નજરે પડે છે.