શાળાઓની અંદર મધ્યાન ભોજન બાબતે અમીરગઢ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન બાબતે અમીરગઢ મામલતદાર તથા નાયબ મામલતદાર દ્વારા ઓચિંતી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ મામલતદાર દ્વારા મધ્યાહન ભોજન સંચાલકોને ચેતવવામાં આવ્યા હતા કે કોઈ જીવાત વાળો બાળકોને ખોરાક આપતા નહીં અને જો કોઈ એવો આગળથી પણ જથ્થો તમારા સુધી પહોંચે તો એ જથ્થો પરત કરી દેવો. મેનુ પ્રમાણે બાળકોને સારું ભોજન મળે અને કોઈ વાલી કે બાળકોની રાડ ન આવે તે માટે મધ્યાન ભોજન ના સંચાલકોને તાકીદ કરવામાં આવ્યા હતા.
અગાઉ કોઈ કારણોસર દાળ ખરાબ આવી હતી તે પરત મોકલવવા મા આવી હતી. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે બાળકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને અમે ઓચિંતી ચેકિંગમાં ફરીવાર પણ આવીશું એવું અમીરગઢ મામલતદાર શ્રી એ મધ્યાન ભોજન ના સંચાલકો તથા આચાર્યશ્રીઓને જાણ કરી હતી.