ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મલેરિયા અધિકારીના માર્ગદર્શન તળે વર્ષાઋતુના કારણે વાહન જન્ય અને પાણી જન્ય રોગોના અટકાયતી પગલાં રૂપે ડીસા તાલુકા હેલ્થ ઓફિસ અને નગર પાલિકા દ્વારા સંયુક્ત ઝૂંબેશ રૂપે ડીસા નગર પાલિકા હદ વિસ્તારમાં પ્રિમોન્સૂનના ભાગ રૂપે સેનિટેશનનો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.  જેમાં શહેરમાં વોર્ડ વાઇઝ ૬૦ ટિમો બનાવી પોરાનાસક, સેનિટેશન અને કોરોના અંતર્ગત સર્વેલન્સ અન આઈ.ઇ.સી. કામગીરી કરવામાં આવી જેમાં શહેરમાં આવેલી હોટલો, પાર્લર તેમજ નાસ્તાની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં એક્સપાયરી વસ્તુઓ મળી આવતા તેનો નાશ કરી આશરે ૫૦૦૦ રૂ.નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભંગારની અને ટાયર પંચરની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝૂંબેશમાં તમામ વેપારીઓનો સાથ સહકાર પણ મળી રહ્યો હતો તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.