દીઓદરમાં વિચરતી જાતિના લાભાર્થીઓને ૧૧૦ મફત પ્લોટની સનદ – હુકમ અપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

એકથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારતા ઘર વિહોણા વિચરતી જાતિના લાભાર્થીઓને સ્થાઈ કરવાના આશય થી વી.એસ.એસ.એમ.સંસ્થાના મિતાલીબેન પટેલ તથા સંસ્થાના જીલ્લા સંયોજક નારણભાઈ રાવળ આદી ટીમે ઝુંબેશ ઉપાડ્યા બાદ સરકારમાં રજુઆતોના અંતે વિચરતી જાતિઓના લાભાર્થીઓને મફત પ્લોટ આપવાનું સ્વપ્ન સાકાર થવા લાગ્યું. દીઓદરના સરપંચ ગીરીરાજસિંહ વાઘેલાએ પણ આ ઝુંબેશને ઉપાડી લઈ પોતાની વગનો ઉપયોગ કરી સફળતામાં મદદરૂપ બન્યા. દીઓદરમાં ગત તા.૧૯ મે ના રોજ દીઓદર ગ્રામ પંચાયતમાં ૧૧૦ જેટલા વિચરતી જાતિના લાભાર્થીઓને મફત પ્લોટના હુકમો દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા, દીઓદર મામલતદાર મકવાણા, તલાટી કમમંત્રી ભલજીભાઈ રાજપુતના હસ્તે અર્પણ કરાયેલ.આજ૧૧૦ જેટલા અરજદારોને મફત પ્લોટની સનદો અર્પણ કરવા અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જીલ્લા કલેક્ટરના હસ્તે તા.ર૦ મે ના રોજ કાકેર મધ્યે નાથવાદી પરિવાર તથા ભરથરી પરિવારને સનદ અર્પણ કરાઈ. આમ જેનો હુકમ તા.૧૯ ના રોજ અપાયો છે તો પછી બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આજ લાભાર્થીઓને આજ પ્લોટની સનદ આપી મુખ્યમંત્રીની ગરીમા ઘટાડવાનો જાણે કે પ્રયાસ થયો હોવાનું પ્રજાજનો મહેસુસ કરી રહ્યા હતા. જાે કે આ પ્લોટો ઉપર લોકોએ દબાણ કરેલ હોઈ ખુલ્લુ થતું ન હતું જે જીલ્લા વિકાસ અધિકારીની છેલ્લી નોટીસ અને સંયોજક નારણભાઈના પ્રયાસો થી દબાણો દુર હટ્યા અને ગતરોજ જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે ૧૧૦ જેટલા લાભાર્થીઓને મફત પ્લોટનો કબજાે સુપ્રત કરાયો. તા.૧૯ ના રોજ જેનો હુકમ સરપંચે આપેલ તેની સનદ બીજા દિવસે મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવેલ. આજ લાભાર્થીઓને પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ફોર્મ ભરાવીને તેમને મકાન સહાય પણ પુરી પાડવામાં આવશે તેમ જીલ્લાવિકાસ અધિકારીએ જણાવ્યું હતું. જેનાથી આ વિચરતી જાતીના લોકોમાં આનંદ સમાતો ન હતો. આમ પ્લોટ થી વંચીત વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી મહેન્દ્રભાઈ દેસાઈ, ટી.ડી.ઓ. બી.કે.શ્રીમાળી, પૂર્વ ધારાસભ્ય માનસિંહજી વાઘેલા, તલાટી બી.કે.રાજપુત, જીલ્લા સંયોજક નારણભાઈ રાવળ વગેરે ઉપસ્થિત રહેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.