લાખણી તાલુકાના જેકોલ ગામે રથ પહોંચ્યો : 52 લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ લાખણી તાલુકામાં ફરી રહ્યો છે.જેના ભાગરૂપે લાખણી તાલુકાના જેકોલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ રથ દ્વારા સરકારએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ- કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.


રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 52 લાભાર્થીઓને નવા આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 1 લાભાર્થીને નવા કનેક્શન અને kyc લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી. બી. સ્ક્રીનીંગ 20 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય કેમ્પમાં 25 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. ઉપસ્થિત 297 લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.