અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી બસ માંથી ચરસ મળી આવ્યું એકની ધરપકડ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ પકડાતા પોલીસને સફળતા મળી છે. જેમાં અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ કરી રહી હતી તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા તેને રોકાવી અંદર બેઠેલા એક ઇસમની તપાસ કરતા તેની બેગમાંથી ચરસ મળી આવ્યું હતું. જેથી પોલીસે ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

દરમિયાન રાજસ્થાન તરફની આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી દિલ્લી-અમદાવાદ ખાનગી બસ પર શંકા જતાં તેને ઉભી રખાવી પોલીસે તેમાં તપાસ હાથ ધરી હતી. જેમાં એક મુસાફર પાસે કોઇ શંકાસ્પદ પાર્સલ જાણતા પોલીસે તેને વધુ ઝીણવટભરી તપાસ કરતા યુવક પાસે ચરસ નશીલો પદાર્થ મળી આવ્યો હતો, જેથી બસમાંથી યુવકને નીચે ઉતારી પકડાયેલા ચરસને પોલીસે પોતાનાં કબજામાં લઇ ચરસ સાથે ઝડપાયેલ ઈસમની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પકડાયેલા ચરસ. 870ગ્રામ જેની કિંમત કિંમત રુપિયા 130500 તેમજ મોબાઈલ રોકડ રકમ સહીત કબજે લઈ પકડાયેલ ઈસમને લઈ વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.