છાપી પંથક ની પરણિત દીકરી ને સાવકીમાતા એ પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પરણિત દીકરી એ બાળકી ને જન્મ આપ્યો ,આખરે પતિ ,સાસુએ હિંમત આપી દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી: વડગામ તાલુકાના છાપી પંથક માં સાવકી માતાએ પરણિત દીકરી ને પોતાના પ્રેમી સાથે સબંધ બાંધવા મજબુર કરી હતી. નવ માસ બાદ બળાત્કાર નો ભોગ બનનાર પરણીતા એ હિંમત દાખવી ગુરૂવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી

વડગામ તાલુકાના છાપી પંથક માં મમત્વ ને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પરણિત દીકરી ની માતા નું અવસાન થતાં પિતા એ બીજા લગ્ન કર્યા હતા. સાવકી માતા ને અન્ય પુરૂષ સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે તે અનેક વાર રાત્રી ના સમયે ઘરે આવતો હતો. પરણિત મહિલા પિતા ના ઘરે આવેલ હતી.તે દરમિયાન રાત્રે એક થી દોઢ વાગ્યા ના સમયે મહિલા ને બાથરૂમ તરફ ખેંચી ગયો હતો.  દરમિયાન સાવકી માતાએ પરણિત દીકરી ને ચૂપ રહેવા નું કહી તે જેમ કહે તેમ કરવા નું કહી પિતા ના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ તેવી ધમકી ઉચ્ચારી હતી અને સાવકી માતા ના પ્રેમી એ બે થી ત્રણ વાર બળાત્કાર કર્યો હતો.સમય જતાં છ માસ બાદ હોસ્પિટલ માં તપાસ કરતા ડોક્ટરે છ માસ નો ગર્ભ હોવાનું જણાવ્યું હતું.

બાદ માં બળાત્કાર નો ભોગ બનનાર પરણીતા એ પાલનપુર માં દીકરી ને જન્મ આપ્યો હતો. જેથી સાવકી માતાએ ધમકી આપી કહ્યું હતું કે તારે આ બાળક તારા પતિ નું છે તેવું કહેવા જણાવ્યું હતું. તાજેતર માં બળાત્કાર નો ભોગ બનેલા મહિલા એ આ સમગ્ર બાબત ની જાણ તેના પતિ ,સાસુ ને કરતા પરિવારે હિંમત આપી છાપી પોલીસ મથકે બળાત્કાર કરનાર મુસ્તાક સુલેમાન ગોગા રહે.બસુ તેમજ સાવકી માતા નિયમતબેન હુસેનશા ફકીર વિરુદ્ધ છાપી પોલીસ મથકે ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી. જેથી છાપી પીએસઆઈ એચ.પી.દેસાઈ પોકો સુરેશભાઈ ચૌધરી એ વધુ તપાસ  હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.