વાતાવરણમાં પલટો : જીલ્લામાં દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ બપોર ના સમયે વાતાવરણ બદલાયું
પાલનપુર વડગામ સહિત ના વિસ્તારમાં વરસાદનું આગમન,જીલ્લા માં ૪૨.૨ ડીગ્રી ની ગરમી થી પ્રજાજનો પરેશાન સાંજ ના સમયે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાતા ઠંડક પ્રસરી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી હતી ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે ૪૨.૨ ડીગ્રી ની આકરી ગરમી વચ્ચે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેમાં પાલનપુર વડગામ સહિત ના વિસ્તારોમાં હળવો વરસાદ થવા પામ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો જેથી સાંજ ના સમયે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટો છવાયો હળવો વરસાદ ની આગાહી કરવામાં આવી છે તે મુજબ જિલ્લાના અનેક ભાગોમાં રવિવારના બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં 25 જુને સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ: છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા આમ પ્રજાજનો અને ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા સારા સમાચાર મળી રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં 25 જૂન ના રોજ સાર્વત્રિક વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ડીસામાં રવિવાર નુહવામાન: ડીસામાં રવિવાર મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૩૦.૦ રહેવા પામ્યું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા જોવા મળ્યું હતું જયારે પવનની ગતિ પ્રતિ કલાકે ૬ કિલોમીટર નોંધાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદની થઈ શરૂઆત: પાલનપુર અને વડગામ સહિત ગામોમાં શરૂ થયો વરસાદ દિવસભરની અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહતનો વરસાદ થી વાતાવરણ મા ઠંડક પ્રસરી, પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.