દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા
- આજે આ જીલ્લાઓમાં મેઘમહેર
- દક્ષીણ અને ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહિના પગલે આગામી 24 કલાક સુધી વરસાદ વરસી શકે છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે જ્યારે સુરત, નવસારી અને વલસાડ, તથા તાપી અને ડાંગ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી જ વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદીઓએ અમદાવાદ ‘હિલસ્ટેશન’ બન્યુ હોય તેવો અનુભવ કર્યો હતો. વરસાદનાં લીધે વાતાવરણમા ધુમ્મસ પ્રસરી જતાં લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. રસ્તા પર પાણી ભરાતાં લોકોને હલાંકી ભોગવવી પડી હતી.
આગામી 24 કલાકમાં અરવલ્લી, સાબરકાંઠા તેમજ પાટણ, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે છે.