થરાદની મુખ્ય કેનાલમાં સાફ સફાઈ સગીર વયના બાળકો પાસે કરાવતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદની મુખ્ય નર્મદા નહેરનું પાણી બંધ કરવામાં આવતાં તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.જાે કે તેમાં બાળકો દ્વારા
જાેખમી રીતે બાળકોને કેનાલમાં ઉતારીને આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી તેમની પાસેથી સફાઈ કરાવી સરકારના બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમના લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે. થરાદની નર્મદાની મુખ્ય કેન્દ્રના વાવરોડ પરના પુલ પરથી રિએક્ટર પસાર કરાવવાના કારણે ૨ ઓગસ્ટ થી ૧૪ દિવસ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં ઊગી નીકળેલા
નકામા ઘાસને દૂર કરાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ કામગીરી અગાઉ જેસીબી મશીન દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ, થરાદમાં કોન્ટ્રાક્ટર દ્વારા માનવશ્રમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જાે કે તેનાથી લોકોને રોજગારી મળતી હોય તો તેનો વાંધો નથી. પરંતુ,
આ કામગીરી સગીરવયના બાળકો પાસે કરાવાતી હોવાથી સરકારના વિભાગમાં જ બાળ મજૂરી પ્રતિબંધ અધિનિયમના પાલન અંગેના સવાલો ઊભા થવા પામ્યા છે. એક બાજુ કોન્ટ્રાકટર દ્વારાબાળ મજૂરો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે.બીજી બાજુ નહેરમાં પાણી નહિ
હોવાના કારણે ગંદકીના થર જાેવા મળી રહ્યા છે.ગંદકીની સફાઈ કરાવવામાં આવતાં બાળ મજૂરોને રોગચાળો થવાની ભીતી પણ સેવાઇ
રહીછે.પંથકમાં વાયરસ તાવની બીમારી ફુલીફાલી હોવા છતાં અધિકારીઓ, કોન્ટ્રાકટરની બેદરકારી જાેવા મળી રહી છે.આરોગ્ય વિભાગ સત્વરે નોંધ લઈ બાળ મજૂરો પાસે કરાવવામાં આવતી સફાઈ કામગીરી અટકાવે તેવી માંગ ઉઠવા પામી છે. મજૂરી અર્થે આવતાં લોકોની
સાથે સગીરોને પણ કોન્ટેક્ટ દ્વારા ઓછી મજૂરી આપી કામ કરાવતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. સરકાર અને સંસ્થાઓ બાળ મંજૂરી અંગે ઝુંબેશ ચલાવે છે. ત્યારે કેનાલ પર ગંદકીમાં જીવના જાેખમે મજુરી કરતાં બાળકો તંત્રને ધ્યાનમાં આવતાં નથી તેમ પણ ચર્ચાઓ ઉઠી છે.
સોમવારે સ્થાનિક મીડિયાના ધ્યાનમાં આ બાબત આવતાં ત્રણ દિવસ કામ આપ્યા બાદ કામ આપવાની ના પાડી હતી.અને તેમની પાસેથી કામ કરાવવામાં આવ્યું છે તે છતુ ન થાય તે માટે તેમને મજૂરીના પૈસા પણ ન આપીને બેવડું શોષણ કરવામાં આવ્યું હતું. જાેકે આ અંગે નર્મદા વિભાગના જવાબદાર અધિકારી નો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાનું હતું..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.