વડગામ દૂધ મંડળીના ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડગામ  : બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામની અગ્રણી સહકારી સંસ્થા દૂધ સહકારી મંડળીના સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. ત્યારબાદ ચેરમેન અને વા.ચેરમેનની વરણી કરવા સંચાલક મંડળના સભ્ય શાંતિભાઈ એન. પ્રજાપતિની અધ્યક્ષતામાં ગઈકાલે સોમવારે અગત્યની બેઠક યોજાઈ હતી. બેઠકના શુભારંભમાં મંત્રી મેઘરાજભાઈ યુ. ભૂતડીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. તથા એજન્ડાની કાર્યવાહી મુજબ બેઠકના અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. ચૂંટણી એસ પી .દવેના માર્ગદર્શન હેઠળ દૂધ મંડળીના ચેરમેન તરીકે માંઘજીભાઈ ગલબાભાઈ પટેલ તથા વા.ચેરમેન તરીકે રતુજી મદારસિંહ સોલંકીની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત સરપંચ ભગવાનસિંહ સોલંકી, પૂર્વ ડે. સરપંચ ધનરાજભાઈ પટેલ, પૂર્વ વા. ચેરમેન કરશનજી સોલંકી, પૂર્વ સરપંચ કેશરસિંહ સોલંકી, પૂર્વઁ સરપંચ કાળજી સોલંકી, પૂર્વ સરપંચ માંઘજીભાઈ ડેકલિયા સહિત તમામ અગ્રણીઓએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેન તથા નવિન ચુંટાયેલા સભ્યોનું સ્વાગત-સન્માન કર્યું હતું. પશુપાલકો અને ખેડૂતોના હીતમાં કામ કરવા સૌને નવનિયુક્ત ચેરમેન માંઘજીભાઈ ગલબાભાઈ પટેલે આહવાન કર્યું હતું. ચૂંટણી અધિકારી એસ.પી.દવેએ પણ નવીન હોદ્દેદારોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી મેઘરાજભાઈ યુ. ભૂતડીયા ,લક્ષ્મણભાઈ બી.ડેકલિયા તથા તમામ સ્ટાફગણે કયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.