ચડોતરમાં પોલીસ કર્મી પર હુમલો કરનાર શખ્સને પાસા હેઠળ ધકેલાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

જામનગર જિલ્લા જેલમાં ધકેલાયો.

રખેવાળ, પાલનપુર

પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં મોઢા પર માસ્ક બાંધ્યા વગર બાઈક પર નીકળેલા શખ્સને માસ્ક બાબતે પૂછપરછ કરતા તેણે પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ શખ્સની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જિલ્લા જેલમાં ધકેલી દેવાયો હતો.

રાજ્યભરમાં કોરોના વાયરસની મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે.અને લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ દ્વારા સતત ખડેપગે ફરજ બજાવવામાં આવી રહી છે. ત્યારે લોકડાઉન ચુસ્તપણે અમલ કરાવતા પોલીસકર્મીઓ પર હુમલા ઓના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે.

જ્યાં પશ્ચિમ કચ્છ ભુજ ખાતે પોલીસમાં ફરજ બજાવતા અને હાલમાં પાલનપુર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ચડોતર ગામમાં મિતેષકુમાર રમેશભાઇ ચૌહાણ (લોકરક્ષક) પોતાની ફરજ પર હાજર હતા. દરમિયાન ચડોતર ગામના સમીરભાઇ સફીકભાઇ માણસીયા તેનું બાઈક લઈ મોઢા પર માસ્ક બાંધ્યા વગર ગામમાં ફરતો હોઇ પોલીસકર્મી મિતેશભાઇ તેને પેટ્રોલપંપ પાસે રોકી બિનજરૂરી બહાર નીકળવા બાબતે તેમજ મોઢા પર માસ્ક ઢાંક્યા વગર પસાર થવા બાબતે પૂછપરછ કરતા ઉપરોક્ત શખ્સે પોલીસકર્મી પર ઉશ્કેરાઇ ગયો હતો. અને પોલીસ કર્મી પર હુમલો કરી ગડદાપાટુનો માર મારી ઝપાઝપી કરી પોલીસકર્મીના ડ્રેસના બટન પણ તોડી નાખ્યા હતા અને હાનિ પહોંચાડવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી કોરોના વાયરસનો ફેલાવો થાય તેવું કૃત્ય કરતાં સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ચડોતર ગામના સમીરભાઇ સફીકભાઇ માણસીયા સામે પોલીસકર્મી મિતેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને જીલ્લા પોલીસવડા તરૂણ દુગગલે ગંભીરતાથી લઈ સમીર માણસીયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત કરતાં જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ સાંગલેએ દરખાસ્ત મંજુર રાખી હતી. આથી એલસીબી પીઆઇ એચ. પી. પરમારે આ શખ્સની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જિલ્લા જેલમાં ધકેલી દેવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.