બનાસકાંઠામાં ઉમેદવારોના નામ પર કેન્દ્રીય મોવડી મંડળનું મંથન

ચૂંટણી 2022
ચૂંટણી 2022

બનાસકાંઠા જિલ્લાની નવે નવ વિધાનસભા સીટો પર ભાજપ મોવડી મંડળનું મંથન ચાલી રહ્યું છે.જિલ્લામાં નવ સીટો પર ભાજપની ટીકીટ મેળવવા ૨૩૦ થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી, ત્યારે આ લિસ્ટમાંથી સીટ વાઇઝ અંતિમ ત્રણ ત્રણ નામો પર હાલ કેન્દ્રીય મોવડી મંડળની બેઠક ચાલી રહી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવે છે, સૂત્રોના મતે આ ત્રણ નામોમાંથી જ ફાઇનલ યાદી બનવાની પ્રબળ સંભાવના છે. સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો વિધાનસભાની સીટ ક્રમાંક મુજબ બનાસકાંઠામાં ૭ થી ૧૫ નમ્બર સુધીની ૯ સીટો આવેલી છે. આ સીટો પર સેન્સ પ્રક્રિયા દરમ્યાન આવેલા નામો પર પ્રદેશ કમિટીની ચર્ચા વિચારણાને અંતે અંતિમ ત્રણ નામો કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલાયા છે, ત્યારે જે અંતિમ ત્રણ નામો પર ચર્ચા ચાલી રહી છે તેમની યાદી રખેવાળ પાસે આવી ચૂકી છે. રખેવાળને પ્રાપ્ત થયેલ આ એક્સલુઝીવ માહિતી મુજબ ગત ચૂંટણીમાં ઉમેદવારી કરનારા ૫ ઉમેદવારોના નામો પણ આ ત્રણ નામોની પેનલમાં છે,જેમાંથી ૨ વ્યક્તિઓ ગત ચૂંટણીમાં જીત મેળવવામાં પણ સફળ રહ્યા હતા.

છેલ્લી ઘડીએ કોઈ નવો જ ચહેરો ઉતારે તો નવાઈ નહિ !!!!
હાલમાં વિશ્વનિય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંતિમ ત્રણ ત્રણ નામો પર હાલ કેન્દ્રીય મોવડી મંડળ ચર્ચા કરી રહ્યું છે,આ નામો માં થી ઘણા ખરા અગાઉ ચૂંટણી લડી ચુકેલા છે,તો બે વ્યક્તિઓ ચાલુ ધારાસભ્યો છે,તો કેટલાક એવા નામો પણ છે,જેણે ગત ચૂંટણીમાં પણ ટીકીટની માંગ કરી હતી..જાેકે રાજકીય વિશ્લેષકોનું માનીયે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની જાેડી આ લિસ્ટથી પણ અલગ જઈ અમુક સીટો પર કોઈ અજાણ્યો નવીન ચહેરો પણ મેદાનમાં ઉતારી શકે છે.ગત ચૂંટણીમાં પાલનપુર,ડીસા સીટ કઈંક આ પ્રકારની થિયોરી ભાજપ મોવડી મંડળે અપનાવી હતી.જાે આ જ થિયોરી અપનાવી કોઈ નવા ચહેરાને પણ તક આપે તો નવાઈ નહિ…

કેટલાકના નામો તો બે સીટ પર ચાલી રહ્યાં છે
બનાસકાંઠા જિલ્લાની નવે નવ વિધાનસભા સીટોમાં ટોપ થ્રિ નું લિસ્ટ કેન્દ્રીય મોવડી મંડળને સોંપી દેવાયું છે,જેમાં આ અંતિમ ત્રણ સાંભવિતોમાં કેટલાક નેતાઓના નામો પર બબ્બે સીટ પર ચર્ચા થઈ રહી છે,જેમકે પૂર્વ મંત્રી કેશાજી શિવાજી ચૌહાણનું નામ વાવ તેમજ દિયોદર બેઠક પર ચર્ચાઈ રહ્યું છે,જ્યારે ડીસાના મહિલા નેતા રાજુલાબેન વિપુલભાઈ દેસાઈનું નામ ધાનેરા તેમજ ડીસા સીટ પર ચાલી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.