ડીસા કોલેજમાં રક્ષાબંધન પર્વની ઊજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસામાં ચાલતી રંગકલા કૌશલ્ય ધારાના કન્વીનર પ્રો.દિવ્યા જી.પીલ્લીઇ અને વિમેન્સ ડેવલપમેન્ટ સેલના કન્વીનર ડૉ.મિતલ એન. વેકરિયા દ્વારા રાખી સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં નિર્ણયક તરીકે પ્રો.વંદનાબેન સીસોદીયા, પ્રો.નવનીતભાઈ રાણા અને વિષ્ણુભાઈએ ભુમિકા નિભાવી હતી.

જેમાં પ્રથમ નંબર હિના ઓડ, દ્વિતીય નંબર મૈત્રી જોષી અને તૃતીય નંબર અંકાશ રાઠોડએ મેળવ્યો હતો. આચાર્ય રાજુભાઇ રબારીના માર્ગદર્શનથી કાર્યક્રમનું આયોજન થયું હતું. રાખી સ્પર્ધા કાર્યક્રમમાં ડૉ.તૃપ્તિબેન પટેલ, પ્રો.અવિનાશ ચૌધરી તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.