ભારત વિકાસ પરિષદ દ્વારા એસ.આર.પી.જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાં રક્ષાબંધન તહેવારની ભારત વિકાસ પરિષદ દ્વારા એસ.આર.પી. જવાનો સાથે ઉજવણી કરાઈ હતી. એસ.આર.પી કેમ્પ મંડાણા ખાતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા ની બહેનો દ્વારા કેમ્પ ના જવાનો જે પોતાની ફરજ ના કારણે રક્ષાબંધનનું પર્વ કરવા ઘરે ના જઈ શકે એ માટે બહેનોએ ત્યાં જઈ જવાનો ને રાખડી બાંધી અને એમના લાંબા આયુષ માટે ભગવાને પ્રાથૅના કરી હતી.

આ કાર્યક્રમ માં મહિલા સંયોજીકા મનીષાબેન લિંબાચિયા, સહ સંયોજીકા કલ્પનાબેન મહેશ્વરી, વીણાબેન સાથે શાખા ની બહેનો હાજર રહી હતી. શાખાના પ્રમુખ ભુપેન્દ્રભાઈ મંત્રી લાલજીભાઈ જુડાળ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેમ્પ ના Dy.sp આર.એલ. ડાંખરા, મહેન્દ્રસિંહ ગોહિલ સાથે બીજા અધિકારીગણ  પણ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.