ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ વિરેનપાર્ક સોસાયટીમાં મોડી રાત્રે ગાયને હડકવા ઉપડ્યો; 4 લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. જેમાં મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં એક ગાયને હડકવા થયો હતો. જેમાં એક બાળકી સહિત ચાર લોકોને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્રણ દિવસમાં જ રખડતા ઢોરોની અડફેટે આવતા કુલ આઠ લોકો ઈજાગ્રત થતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ડીસામાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે અને હવે તો રખડતા ઢોરો વારંવાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં પણ એક ગાયને હડકવા થતાં અફરાતફરી મચી હતી. તેમજ બેકાબુ બનેલી ગાયે એક બાળકી સહિત ચાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જ સ્થાનિક નગરસેવક અને મહિલા સદસ્યના પતિ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જોકે નગરસેવકોએ ચીફ ઓફિસરને વારંવાર ફોન કરવા છતાં પણ ફોન ન ઉપાડતા લોકો સહિત નગરસેવકોમાં પણ તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.

જોકે સ્થાનિક તંત્રથી રોસે ભરાયેલા લોકોએ બાદમાં ડીસાના ધારાસભ્યને ફોન કરતા મોડે મોડે જલિયાણ ગૌશાળાની એમ્બ્યુલન્સ વીરેન પાર્ક ખાતે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત ઉઠાવી બેકાબુ ગાયને બાંધી પાંજરે પુરી હતી. ગાયને પાંજરે પૂર્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.