થરાદની ખુલ્લી ગટર લાઈનમાં ગૌવંશ ખાબકવાના બનાવો પાલિકાતંત્ર દ્વારા ગટર લાઈનો ઢાંકવામાં આવે તેવી માંગણી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખુલી ગટર લાઇનને કારણે તેમાંગૌવંશ પડવાના બનાવો બનતાં જીવદયા પ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રવૃત્તિ રહી છે નગરપાલિકા દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

થરાદમાં ભુગર્ભ ગટલાઇનો ખુલ્લી આવેલી છે. જેના કારણે તેમાં કચરો એકઠો થવા પામે છે. આ કચરો ખાવા માટે અવારનવાર પશુઓ ગટરમાં ખાબકવાના બનાવો બનવા પામે છે. જીવદયા પ્રેમીઓ દ્વારા આવા ફસાયેલા પશુધનને મહામુસીબતે બહાર કાઢવામાં આવતા હોય છે.

થરાદના જીવદયાપ્રેમીઓએ જણાવ્યું હતું કે સર્વોદયસોસાયટીના રોડ પર ગટરમાં ફસાયેલા ગાયને ભારે જહેમત બાદ કાઢવામાં આવી હતી. થરાદ નગરના અનેક વિસ્તારોમાં આવી રીતે ગટર લાઈન ખુલ્લી હોવાના કારણે અવારનવાર તેમાં પશુઓ પડી રહ્યા છે. જીવદયા પ્રેમીઓએ આ અંગે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લેખિત રજુઆત કરવાની તજવીજ પણ હાથ ધરી છે.તેમજ ચોમાસા પુર્વે તેની સાફસફાઇ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

થરાદના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટર લાઈન ઢાંકવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.