પાલનપુરમાંથી રૂ.1 કરોડની રોકડ ઝડપાઇ કારમાંથી બે યુવકો પાસેથી રોકડ રકમ સહિત મુદ્દામાલ કબ્જે

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર એરોમાં સર્કલ પર કારમાંથી 1 કરોડની રોકડ રકમ ઝડપાઇ

કારમાંથી બે યુવકો પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ.1.06 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે હાથ ધરી વધુ તપાસ

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને 12 મી એપ્રિલે જાહેરનામું બહાર પડતા વિધિવત ચૂંટણીનો પ્રારંભ થશે. જોકે, લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર એરોમાં સર્કલ પર એલસીબી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી રૂ.1 કરોડની રોકડ રકમ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી છે. જેના પગલે પોલીસ મોડી રાત્રે વાહન ચેકિંગ કરતી હોય છે. ચૂંટણીને લઇને કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો કે દારૂ ની હેરાફેરી સહિત ગેરપ્રવૃતિઓ ના થાય તે માટે પોલીસ સતત ચેકીંગ કરી રહી છે. ત્યારે પાલનપુરના એરોમાં સર્કલ પર ગત મોડી રાત્રે એલસીબી પોલીસના માણસો વાહન ચેકિંગમાં હતા. દરમિયાન, શંકાસ્પદ હાલતમાં આવી રહેલી વર્ના કાર નં.GJ-08-BH- 9898 ને રોકીને તલાશી લીધી હતી. ત્યારે કાર ચાલક કૃષાનભાઇ કનુભાઇ અગ્રવાલ પાલનપુર તા.પાલનપુર અને મુકેશભાઇ લાલાભાઇ સોની રહે.પાલનપુરના કબજામાંથી રૂ.1 કરોડની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રૂ.1 કરોડની રોકડ રકમમાં 500 ના દરની 20,000 ચલણી નોટો તથા
તથા મોબાઇલ ફોન નંગ-03 કીમત રૂ.70,000/- તથા વર્ના કાર કીમત રૂ.6,00,000/- મળી કુલ રૂ.1,06,70,000/- નો મુદા માલ કબ્જે કર્યો હતો.

જોકે, આ રોકડ રકમ અંગે ઝડપાયેલા ઇસમો પોતાના કબજામાં રાખવા તથા હેરાફેરી કરવા માટેના કોઇ આધાર પુરાવા કે ખુલાસો રજુ કરી શકેલ નથી. ત્યારે આ રોકડ રકમ પ્રાથમિક દ્રષ્ટ્રીએ ચોરી હોવાનુ અથવા ચોરેલો હોવાનો શક પડતા કે કોઇ ગુન્હાહિત હોવાનુ શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા પોલીસે સી.આર.પી.સી. ક.102 મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

ઇન્કમટેક્ષ સહિતના વિભાગ તપાસ કરશે: પોલીસની પ્રાથમિક પૂછપરછ માં કારમાં સવાર કૃશાન કનુભાઈ અગ્રવાલ અને સોના ચાંદીના દાગીનાના વેપારી મુકેશ લાલા ભાઇ સોની કે જેઓ આ રોકડ રકમ બાબતે પોલીસને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. તેઓ રકમ ક્યાંથી લાવી છે અથવા તો તેના કોઈ પુરાવા છે તે અંગે ખુલાસો કરી શક્યા નથી. જેથી પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ એક કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે સીઆરપીસી ક. 102 મુજબ રોકડની તપાસ હાથ ધરી છે. ત્યારે એલસીબી પોલીસ ઇન્કમટેક્સ સહિત અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આ રોકડ કોઈ ચોરીની છે અથવા તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે અથવા તો કોઈ ચૂંટણી દરમિયાન વપરાનારી હતી અથવા તો કોઈને આપવાની હતી. જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું ડીવાયએસપી ડો.જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.