બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોની વિદ્યા સહાયકોની ભરતી કરવાની માંગ કરાઈ.

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં ૧૯,૦૦૦ શિક્ષકોની ઘટ સામે સરકાર દ્વારા માત્ર ૩૩૦૦ વિદ્યા સહાયકોની ભરતી બહાર પાડવામાં આવી છે. જેની સામે બનાસકાંઠા જિલ્લાના ટેટ પાસ વિદ્યા સહાયકોએ વિરોધ જતાવતા નવી ભરતી કરવાની માંગ કરતા કલેકટરને આવેદનપ ત્ર પાઠવ્યું છે.રાજ્યમાં ટેટ પાસ ૧.૮૦ લાખ વિદ્યાસહાયકો બેરોજગાર છે. જેની સામે સરકારે
માત્ર ૩૩૦૦ વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેને લોલીપોપ સમાન ગણાવી વિદ્યાસહાયક ઉમેદવારોએ વિદ્યા સહાયકોની ભરતીની જગ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. જાેકે, સરકારે જગ્યામાં વધારો કર્યો નથી. ત્યારે બનાસકાંઠાના વિદ્યા સહાયકોએ નવી ભરતી બહાર પાડવાની માંગ કરી હોવાનું કલ્પેશ દરજી નામના ઉમેદવારે
જણાવ્યું હતું.રાજ્યમાં ૧૯,૦૦૦ શિક્ષકોની ઘટ સામે ૧.૮૦ લાખ બેરોજગાર ઉમેદવારોની સંખ્યા છે. ત્યારે સરકાર જલ્દી વિદ્યા સહાયકોની ભરતી નહિ કરે તો આંદોલન છેડવાની ચીમકી શિક્ષિત બેરોજગાર ઉમેદવારોએ ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.