વડગામ ના છાપી ની કેન્સરગ્રસ્ત દીકરી એ પર્યાવણ ને લઈ મોટો સંદેશ આપ્યો
બ્લડ કેન્સર સામે ઝઝૂમતી ક્રિષાએ જન્મદિને વૃક્ષારોપણ કર્યું.
ચાર વર્ષ ની ઉંમરે બ્લડ કેન્સર હોવાનો રિપોર્ટ આવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
વડગામ તાલુકાના છાપી ની ચાર વર્ષીય કેન્સરગ્રસ્ત ક્રિષા એ પોતાના જન્મદિન ને છાપી ગ્રામ પંચાયત ના પ્રાગરણ માં વૃક્ષ વાવી જન્મદિન ઉજવી કરી પર્યાવરણ માટે મોટો સંદેશ પાઠવ્યો હતો. ક્રિષા સમજણી થતા ની સાથે બ્લડ કેન્સર ના ભયંકર રોગ નો સામનો કરી રહી છે. જોકે પરિવાર ની હૂંફ અને મજબૂત મનોબળ થી કેન્સર ની પીડા વચ્ચે અન્ય ને પ્રેરણા પુરી પાડી રહી છે.
વડગામ તાલુકાના છાપી ગામે રહેતા ચિરાગકુમાર વસંતભાઈ નાઈ ની દીકરી ને ચાર વર્ષ ની કુમળી વયે બ્લડ કેન્સર ની બીમારી થતા દરિદ્ર પરિવાર મુશ્કેલી માં મુકાયો છે. પિતા ઓટો રીક્ષા ચલાવી નાનકડા પરિવાર નું ગુજરાન ચલાવે છે.ન્યારે માસૂમ ક્રિષા ને બ્લડ કેન્સર નો જીવલેણ રોગ થતા અનેક પડકારો નો સામનો કરવો પડી રહ્યો છે.
ગત મંગળવારે ક્રિષા નો જન્મદિને માતા નિકિતાબેન, પિતા ચિરાગભાઈ ની હૂંફ સાથે છાપી ગ્રામ પંચાયત ના પ્રાગરણ માં સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરી પંચાયત સદસ્ય મુકેશભાઈ, નરેશભાઈ દરજી ,સુરેશભાઈ પરમાર , કાકા જીગરભાઈ ની હાજરી માં એક વૃક્ષ વાવી પર્યાવરણ ના જતન નો મોટો સંદેશ આપી જન્મ દિન ને યાદગાર બનાવ્યો હતો, છાપી ની કેન્સરગ્રસ્ત નાની માસૂમ ક્રિષા એ વૃક્ષારોપણ કરી માનવજીવન ને એક ખૂબ સુંદર અને પર્યાવરણ ના જતન ને લઈ મોટો સંદેશ આપ્યો હતો.જ્યારે ઉપસ્થિત તમામ લોકો એ ક્રિષા લાંબા જીવન ના આશીર્વાદ પાઠવ્યા હતા.