મુડેઠા ગામે મહિલાઓની સુરક્ષાને લઈને ભીલડી પોલીસની સી ટીમ તૈનાત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વમાં જિલ્લામાં પોલીસની સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ નવદુર્ગાના રૂપમાં આવી ગરબે રમતી દિકરીઓની સુરક્ષા કરી રહી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં ચાલી રહેલ નવરાત્રી પર્વમાં કોઈ અંજનીએ બનાવ ના બને તે હેતુથી સમગ્ર જિલ્લામાં પોલીસની સી ટીમ તૈનાત કરવામાં આવી છે.

જ્યારે ડીસા તાલુકાના મુડેઠા ગામે શ્રી નકળંગ ભગવાનના મેદાનમાં શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ નવદુર્ગા ના રૂપમાં ગરબે રમતી દીકરી ઓની સુરક્ષા કરી રહી છે.‌ અને ભીલડી પોલીસ ની સી ટીમ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમીને મહિલાઓની સુરક્ષા કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.