ડીસા પાલિકાના વોર્ડ નંબર 9ની એક સભ્યની પેટા ચૂંટણી યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9મા અપક્ષ સદસ્યએ અંગત કારણોસર આપેલા રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યભરમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ 2023માં ચૂંટણી યોજવા માટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકામાં વોર્ડ નંબર 9ના સદસ્યની ખાલી પડેલી બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે.ડીસા પાલિકાના વોર્ડ નંબર 9માં અપક્ષ સદસ્ય તરીકે ચૂંટાયેલા સાદિક શેખે છ માસ અગાઉ પોતાના અંગત કારણોસરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારથી આ બેઠક ખાલી પડી હતી. એની પેટા ચૂંટણી ઓગષ્ટ 2023મા યોજાશે. ડીસા પાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકોમાં ભાજપના 27, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 1 જ્યારે 14 અપક્ષ સભ્યો ચૂંટાયેલા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.