વાવમાં ચાર વાગ્યા પછી ધંધા રોજગાર બંધ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : વાવ તાલુકામાં અને વાવમાં દીન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ૧ મહીનામાં વાવ તાલુકામાં ર૦ થી વધુ અને વાવમાં૬ કોરોનાના પોઝીટીવ કેસો આવતાં વાવના વેપારી મિત્રોએ એક નિર્ણય લઈ ગત તા.રપ/૭/ર૦ર૦ થી તા.૩૧/૭/ર૦ર૦ સુધી બપોરે ૪.૦૦ વાગ્યા પછી ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરેલ છે વધુમાં સરકારી કચેરીઓમાં પણ તા.રર/૭/ર૦ર૦ થી તા.૩૧/૭/ર૦ર૦ સુધી સરકારી કામકાજ સર્વે આવતા લોકોએ ન આવવું તેમજ લોકોના કામથી કર્મચારીઓ પણ અળગા રહેશે તેવો નિર્ણય લેવાયો છે. જાેકે સરકારના નિયમો મુજબ કચેરીઓ ખુલ્લી રહેશે આંમ છેલ્લા ૧ માસથી કોરોનાના કેસો વધતાં લોકોમાં ચિંતાનો વિષય જણાય રહ્યો છે આ તમામ પરિસ્થિતિ અંગે ધ્યાને લઈ આરોગ્ય તંત્ર પોલીસ તંત્ર જવાબદાર તંત્ર સક્રીય બની ગયું છે. જાેકે દીન પ્રતિદીન કેસોનો વધારો જાેતા આ પરિસ્થિતિને કાબુમાં લેવા જવાબદાર તંત્રે લોકડાઉનની જરૂર પડે તો લોકોના હીત માટે લોકડાઉન આવવું આવસ્યક બની ગયું છે. હાલમાં તો લોકો સોશ્યલડીસ્ટન્સ, માસ્ક પહેરી કોરોના સામે લડત રહ્યા છે અને જવાબદાર તંત્ર કોરોના વોરીયર્સ બની કામગીરી કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.