![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/pala.png)
પાલનુરનાં ચંડિસર પાસે બસને નડ્યો અકસ્માત
પાલનપુરના ચંડીસર પાસે બસને અકસ્માત નડ્યો હતો. આગળ જઈ રહેલ ડમ્પર ચાલકે અચાનક બ્રેક લગાવતા પાછળ આવતી બસ ડમ્પર સાથે અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ પહોંચી નથી.
પાલનપુર-ડીસા હાઇવે પર પાલનપુરથી માંડવી જતી એસટી બસ ડમ્પર સાથે અથડાઇ હતી. ડમ્પર ચાલકે અચાનક બ્રેક લગાવતા પાછળ આવતી બસ ડમ્પર સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરો ભયભીત થઈ ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી.
અકસ્માતની જાણ થતાં સ્થાનીક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.