ડીસામાં સામ પિત્રોડાનું પૂતળાનું દહન ભારતીયો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ભાજપે પૂતળું બાળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા ભારતીયોની વિવિધ પ્રદેશોની જાતિ વિશે વિવાદાસપદ ટિપ્પણી કરતા સમગ્ર દેશમાં રોશ ભભૂકી ઉઠ્યો છે. ભાજપ દ્વારા ડીસામાં સામ પિત્રોડાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ભારતીય મૂળના એન આર આઈ  સેમ પિત્રોડા એ ભારતીય નાગરિકો ને ચીની, રશિયન અને આફ્રિકન જેવા લોકો કહીને જે અભદ્ર ભાષામાં ભારતીય નાગરિકો ઉપર ટિપ્પણી કરી છે તેને લઈ સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચાર સભાઓમાં તેઓની આ વિવાદાસ્પદટિપ્પણીને વખોડી કાઢી હતી અને ભારતીયોનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

ત્યારે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીએ તેનો વિરોધ કરવા તેમના પૂતળા દહનનો કાર્યકર્મ ડીસાના સરદાર બાગ આગળ યોજ્યો હતો. જેમાં શહેર ભાજપના તમામ આગેવાનો, હોદ્દેદારો, મોર્ચા ના હોદ્દેદારો, નગરપાલિકા ના સદસ્યો, કારોબારી સભ્યો, શક્તિકેન્દ્રો ના ઇન્ચાર્જ, શક્તિ કેન્દ્ર ના પ્રમુખ, અને તમામ કાર્યકર્તાઓએ હાજર રહી સેમ પિત્રોડા ના વિરુદ્ધમાં નારા લગાવી તેમના પૂતળાનું દહન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.