ધાનેરા તાલુકાના રવિ ગામે યુવકની ઘાતકી હત્યા

બનાસકાંઠા
dhanera
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના રવિ ગામમાં શુક્રવારે વહેલી સવારે ગામના મુખ્ય ત્રણ રસ્તા નજીક નગ્ન હાલતમાં યુવકની લાશ નજરે પડતા ગામ સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
રવિ ગામના સંજયભાઈ ગલચરે હત્યાની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધાવી છે. જે મુજબ તેમનો મોટો ભાઈ પિન્ટુ છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જે ગત ગુરુવારના રોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે મજૂરીએ જઈ પરત સાંજે ઘરે આવ્યો હતો અને સાંજે આઠ કલાકે રાત્રીનું પરિવાર સાથે ભોજન લઈ બેઠલ હતો. એ દરમિયાન રવિ ગામના ૬ વ્યક્તિઓ તેમના ઘરે આવ્યા હતા. જેમાં હંસરાજભાઈ ચમનાભાઈ પુરોહિત, ચેતનભાઈ ધીરાજી પુરોહિત,  રામાભાઈ બાબુજી પુરોહિત, રામાંભાઈ કપુરાજી પુરોહિત, કીર્તિભાઈ મોહન ભાઈ પુરોહિત અને ગૌતમ ભાઈ જયદેવભાઈ પુરોહિત સાથે મળી એક કેમ્પર ગાડીમાં સવાર થઈ મજૂરી બાબતે પિન્ટુને મળવા આવ્યા હતા. જો કે રકઝક દરમિયાન પિન્ટુને ગાડીમાં નાખીને લઈ ગયા હતા. ગુરુવારની રાત્રે પરિવારના સભ્યો સુઈ ગયા હતા. જયારે સવારે મૃતકની બહેન પાણી ભરવા માટે ગામના ગોદરે ગઈ હતી. એ દરમિયાન શંકર ભગવાનના મંદિર નજીક ગ્રામજનોનું ટોળું ભેગું થયું હોવાના સમાચાર પરિવારને કરતા પરિવારના સભ્યો જગ્યા પર પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોયું તો પિન્ટુ નગ્ન અવસ્થામાં ત્યાં પડેલો હતો. શરીર પર એકપણ કપડું હતું નહીં જેથી આ મામલે સગા સબંધી તેમજ ધાનેરા પોલીસનો સંપર્ક કરતા ધાનેરા પી.આઈ. તેમજ પી.એસ.આઈ. ગામમાં આવી પહોંચ્યા હતા. સાથે સમાજના આગેવાનો પણ મોટા પ્રમાણમાં આવી ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા થરાદ વિભાગના ડી.વાય.એસ.પી. પણ રવિ ગામે પહોંચ્યા હતા અને દોષિતો સામે કડક પગલાં લેવાની ખાતરી આપતા મૃતકના પરિવારજનો તેને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. હાલ આ બનાવના મામલે ધાનેરા પોલીસે રવિ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. જયારે આ હત્યા મામલે ૫ ઈસમોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. ફરિયાદીએ ૬ ઈસમો સામે ફરિયાદ કરી છે. આ બનાવના પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.