વાવ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકા અખંડ મેઘવાળ સેવા સંસ્થા ખાતે વાવ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ સંઘ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું બાબાસાહેબની ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ નિવૃત્ત થયેલા વડીલો પોસ્ટ બદલીને પ્રમોશન થયેલા સહિતના વિવિધ પ્રકારના વિભાગોના કર્મચારીઓ તેમજ કોલેજ એમબીબીએસ ધોરણ 12 ધોરણ 10 અને સરકાર દ્વારા લેવાથી જ્ઞાન સાધનાની પરીક્ષામાં જે બાળકો પાસ થયા છે તેવા વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવી સમાજનું નામ રોશન કરેલ છે તેવા વિદ્યાર્થીઓનું અને કર્મચારીઓનું વાવ તાલુકા શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે સમાજના તમામ વડીલો આગેવાનો બહેનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજને એક પરિણામ મળી રહે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મામલતદાર હમીર વાઘેલા વાવ,રવજીભાઈ બોચિયા,કાંતિલાલ હેમાણી ,ડોક્ટર શંકરલાલ પરમાર સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.