મગફળી ની ખરીદી પર લાગી બ્રેક બારદાન નાં હોવાના કારણે જિલ્લાનાં મોટા ભાગનાં કેન્દ્રો પર મગફળી ની ખરીદી કરાઈ બંધ
ખેડૂતો ની પજવણી યથાવત સત્વરે બારદાન ની વ્યવસ્થા કરી ખરીદી શરૂ થાય તેવી રજૂઆત: મગફળી ખરીદી પર બ્રેક લાગી છે. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકે મગફળી ખરીદી બંધ કરી દેવામાં આવી છે.જેનું કારણ છે બારદાન નો અભાવ જેના કારણે ખેડૂતો હવે પોતાનો મગફળી નો પાક જ્યાં સુધી વિવિધ મગફળી કેન્દ્ર પર બારદાન નાં આવે ત્યાં સુધી પાકનું વેચાણ નહિ કરી શકે સરકાર એ ખેડૂતો ને પોતાના પાકનાં પોષણસમ ભાવ મળી રહે તે માટે ટેકા ના ભાવે ખરીદી શરૂ કરી હતી. જેમાં ચાલુ વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લા મા પણ વિવિધ તાલુકા મથકે ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેને લઇ અગાઉ કરેલ નોધણી પ્રમાણે ખેડૂતો મગફળી નું વેચાણ ટેકાનાં ભાવે કરી રહ્યા હતા.
જો કે છેલ્લા ત્રણચાર દિવસ થી એક પછી એક ખરીદ કેન્દ્ર પર બારદાન નાં હોવાના કારણે મગફળી ની ખરીદી બંધ કરવામાં આવી રહી છે.જેમાં થરાદ અને દિયોદર તાલુકા મા છેલ્લા 2 દિવસ થી મગફળી ની ખરીદી બંધ છે.જ્યારે આજ થી ધાનેરા ખાતે પણ ટેકા ના ભાવે મગફળી ની ખરીદી બંધ કરી દેવામાં આવી છે.
એક તરફ જ્યાં શિયાળા ના દિવસો છે. અને બીજી તરફ લગ્ન ની સીઝન અને પશુપાલન નો વ્યવસાય આવા સમયે સમય સર બારદાન આવી જાય તો ખેડૂતો ને રાહત મળે તેમ છે સાથે પોતાની મગફળી ના પાક નું મહેનતાણું પણ સમય સર મળે તેમ છે.જેને લઇ ખેડૂતો સરકાર સમક્ષ બારદાન બાબતે રજૂઆત કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લા ના મોટા ભાગ ના ખરીદ કેન્દ્ર પર ખેડૂતો મગફળી ના વેચાણ વિના પરત ફરી રહ્યા છે.જેને લઇ સરકાર અને સરકારી તંત્ર સત્વરે બારદાન ની વ્યવસ્થા કરી ખેડૂતો ની મદદ કરે તેવી રજૂઆત જિલ્લા માંથી થઈ રહી છે
Tags Break groundnuts stopped