ટિકિટ મેળવવા પીએમ સામે નમન

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠક આ વખતે રસપ્રદ બની રહેવાના એંધાણ છે.એક તરફ કોંગ્રેસમાં ઉમેદવાર લગભગ નક્કી જ છે,તો બીજી તરફ ભાજપમાં તો કોંગ્રેસમાંથી આવેલા જુનાજાેગીઓ જ ટીકીટ મેળવવા મરણીયા પ્રયત્નો કરી રહ્યા છે.પરંતુ આ બધા વચ્ચે ૩૦મી સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી જ્યારે અંબાજીના હાંતાવાડા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વડગામ બેઠકના દાવેદાર મણિલાલ વાઘેલા પીએમને જાેઈને અત્યંત ભાવવિભોર થઈ ગયા,અને પીએમ સામે રીતસરના ઝૂકી નમન કરવા લાગ્યા.ત્યારે ઉપસ્થિત બીજેપી અગ્રણીઓમાં પણ ગણગણાટ થવા લાગ્યો કે ટિકિટની મણી મેળવવા વાઘેલા સાહેબને કેટલું નમવું પડી
રહ્યું છે.

સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો ૩૫ વર્ષો સુધી કોંગ્રેસ પક્ષ સાથે રહેલાં મણિલાલ વાઘેલા ઉત્તર ગુજરાતના રાજકારણમાં એક દલિત ચહેરો છે.તેઓ મૂળ સાબરકાંઠાના હિંમતનગરના વતની છે,અને વડગામ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યાં છે.૨૦૧૨માં બીજેપીના દિગગજ નેતા અને કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલને હરાવવામાં પણ તેઓ સફળ રહ્યા હતા..મણિલાલભાઈ પહેલાં પોતાના હિંમતનગર મતવિસ્તારથી ધારાસભ્યની ચૂંટણી લડી હતી,પરંતુ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો.ત્યારબાદ ૨૦૧૨ માં તેઓએ સીટ બદલી બનાસકાંઠાની વડગામ બેઠક પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું..ટીકીટ માટે શામ,દામ,દંડ અને ભેદ ચારેય નીતિના નિષ્ણાત મણિલાલ ૨૦૧૨માં કોંગ્રેસની ટીકીટ મેળવવામાં સફળ રહ્યા,આ વખતે તેમનો મુકાબલો બીજેપીના મજબૂત દલિત નેતા અને તે સમયના સામાજિક ન્યાય મંત્રી ફકીરભાઈ વાઘેલા સામે હતો.

૨૦૧૭ આવતાં આવતાં તો વડગામમાં રાજકીય સમીકરણો બદલાઈ ચૂક્યાં હતા, બીજેપીના પૂર્વ કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલાનું આકસ્મિક નિધન થઈ ચૂક્યું હતું,તો કોંગ્રેસના ધારાસભ્યની મતવિસ્તારમાં સતત ગેરહાજરી અને નબળી કામગીરીના લીધે મતદારો કોઈ નવો જ ઇત્સાહી ચહેરો શોધતાં હતા.તેથી ૨૦૧૭માં છેલ્લી ઘડીએ કોંગ્રેસે મણીલાલને હટાવી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો. અને મણિલાલને ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ ઈડરની ટીકીટ આપી, પરંતુ મણિલાલ બીજી વખત પોતાના જ હોમટાઉનમાં હાર્યા,આ બાજુ વડગામ બેઠક પર કોંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા.

૨૦૨૨ની આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસમાં આવી ચૂકેલ વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરીથી વડગામમાંથી ઉમેદવારી કરવા પ્રયાસ કરી રહ્યા છે.તો બીજી તરફ મણિલાલ એક વર્ષ અગાઉ જ કોંગ્રેસ છોડી બીજેપીમાં જાેડાયા, અને વડગામ બેઠક પરથી ટીકીટ મેળવવા હાલ તમામ પ્રયત્નો કરી રહ્યા છે,પરંતુ બીજેપીના સ્થાનિક ઉમેદવારો આયાતી વ્યક્તિને ટીકીટ નહિ આપવાનું સૂચન હાઈ કમાન્ડ ને કરી ચૂક્યા છે,તેથી ટેન્શનમાં આવેલ મણિલાલ થોડા દિવસો આગાઉ જ્યારે હાંતાવાડા

એરપોર્ટ પર પીએમ નરેન્દ્રભાઈ મોદીને મળ્યા તો રીતસરના ઝુકીને નમન કરવા લાગ્યા,જે તસ્વીર કેમેરામાં ઝડપાઇ જતાં બીજેપી અને રાજકીય વિશ્લેષકોમાં એ ચર્ચાએ જાેર પકડ્યું છે કે શું ટીકીટ માટે આટલું બધું ઝૂકી
જવાનું !

વડગામમાં સ્થાનિક ઉમેદવાર માટે વર્ષો જૂની માંગણી…

બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકએ અનુસૂચિત જાતિ માટે અનામત સીટ છે, જેમાં સહુથી વધુ દલિત સમાજના અને બીજા નંબરે મુસ્લિમ સમાજના મતોનું પ્રભુત્વ છે. આ બેઠક પર મતદારો સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવાની માંગણી હરહંમેશ કરે છે,પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પક્ષો દર વખતે આયાતી ઉમેદવારોને જ ટીકીટ આપી છે,જેથી સ્થાનિક પ્રશ્નોનું ક્યારેય નિરાકરણ આવ્યું નથી, જાે બીજેપી હિંમતનગરના આયાતી ઉમેદવારને બદલે વડગામ મતવિસ્તારના સ્થાનિકને જ ટીકીટ આપે તો આ વખતે બીજેપીની જીતની સંભાવના વધી શકે છે…તેમ રાજકીય પંડિતોનું માનવું છે.

કોંગ્રેસનું આઝાદીમાં યોગદાન બીજેપીના મણિલાલનું ફેવરિટ પુસ્તક…

કોંગ્રેસથી છેડો ફાડી બીજેપીમાં આવેલા મણિલાલ વાઘેલાના દિલમાં આજે પણ કોંગ્રેસ પ્રેમ દબાયેલો હોય તેવુ જાેવા મળે છે, મણિલાલના અંગત સુત્રોનું માનીએ તો મણિલાલ વાઘેલા કોંગ્રેસની વિચારધારાને માનનાર વ્યક્તિ છે,તેથી તેઓ હરહંમેશ કોંગ્રેસનું આઝાદીમાં યોગદાન નામનું પુસ્તક પોતાની જાેડે રાખે છે, ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે કોંગ્રેસ પ્રત્યે આટલી શ્રદ્ધા રાખનાર વ્યક્તિ પર બીજેપી ભરોસો કરશે ખરી !!!!!!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.