બનાસકાંઠાના સરહદી જિલ્લાનું રત્ન રાજ્યકક્ષાએ ઝળક્યુ : ગુજરાત સરકારનો રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના સરહદી ભાભરના કુવાળા ગામના મેટલ ક્રાફ્ટ કલાકાર જયંતિભાઈ સુથાર ને રાજ્ય સરકાર દ્વારા નેશનલ હેન્ડલુમ ડે ના ભાગરૂપે વડોદરા ખાતે પ્રમાણપત્ર તેમજ રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરી ગુજરાત સરકારનો પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેથી જયંતિભાઈ સુથારે બનાસકાંઠા સહિત ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.જેમાં બનાસકાંઠા જિલ્લા ના સરહદી ભાભરના કુવાળા ગામના જયંતિભાઈ શિવરામભાઈ સુથારે ને પણ રાજ્ય સરકાર દ્વારા મેટલ ક્રાફ્ટ (નકશીકામ) માં ઉત્કૃષ્ટ કામગીરી ને બિરદાવી રાજ્ય સરકાર દ્વારા કલાકાર જયંતિભાઈ સુથાર ને પ્રમાણપત્ર, શીલ્ડ, શાલ તેમજ રૂપિયા એક લાખ નો ચેક આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં રાજ્ય એવોર્ડ હાથશાળ-હસ્તકલામાં ટેક્ષ્ટાઇલ, મેટલ ક્રાફટ, અન્ય ક્રાફટ એમ કુલ 3-સેકટરવાઇઝ મેટલ ક્રાફટ કારીગરને પ્રથમ એવોર્ડ ઉત્કૃષ્ઠ કારીગર એવોર્ડ માટે એક લાખ તેમજ લુપ્ત થતી કલાના કારીગર એવોર્ડ વાર્ષિક એવોર્ડ કારીગરોને એનાયત કરવા તેમજ શાલ-તામ્રપત્ર અર્પણ કરવાની જોગવાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.