બટાકાના ભાવમાં તેજી નો માહોલ : બનાસકાંઠામાં બટાકાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા
ગત વર્ષે ઓછું વાવેતર વચ્ચે ઉત્પાદનમાં ઘટાડા ને લઇ ભાવોમાં વધારો થયો હોવાનું અનુમાન
ખેડૂતોને ખેતરોમાં પણ બટાટા ના સારા ભાવો મળ્યા હતા જેથી આ વર્ષે વાવેતરમાં વધારો થવાની શક્યતાઓ
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લા માં રાજ્યમાં સહુથી વધુ બટાકાનું વાવેતર અને ઉત્પાદન થાય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના ભાવમાં સતત મંદી રહેતી હોવાથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને બટાકાની ખેતી ના વાવેતરમાં ઘટાડો કરી અન્ય પાકો તરફ વળ્યા હતા જેથી હતો. જેથી ગત રવિસીઝન માં બનાસકાંઠા જિલ્લામાં 52089 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું તેની સાથે ગત વર્ષે ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે વર્ષ 2024ની શરૂઆતમાં જ બટાકાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી.
ચાલુ વર્ષે બટાકાના ઉત્પાદનની શરૂઆત થતાં જ ભાવ પ્રતિ વીસ કિલો 340 રૂપિયા આસપાસ પહોંચી ગયો હતો અને અત્યારે તો બટાકાનો ભાવ પ્રતિ વીસ કિલોના 500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. બટાકાના ભાવમાં પ્રથમ વખત આટલી તેજી જોવા મળી છે અને ડીસામાં બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયા છે
ગત રવિસીઝન માટે ઉત્તર ભારત સહિત જીલ્લામાં ઉત્પાદન થતાં બટાકાની ખેતીમાં વ્યાપક નુકસાન થયું હતું અને તેના લીધે ગુજરાતમાં ઉત્તર ભારત તરફથી આવતા બટાકાનો પુરવઠો ઘટી ગયો હતો. બજારમાં માંગ સામે બટાકાનો પુરવઠો ઘટી જતાં ભાવ આસમાને પહોંચ્યી ગયા છે તો બીજી તરફ રવિસીઝન માં બટાટા ના વાવેતર કરવા નો સમય પણ આવી રહ્યો છે જેથી બટાટા ના ભાવો ધટવા ની શક્યતાઓ પણ બહુ ઓછી જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગ નું વાવેતર પણ વધી રહ્યું છે: બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી યોગ્ય ભાવ ન મળતા કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવા લાગ્યા હતા. કારણ કે ખુલ્લા બજાર કરતાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પરંતુ આ વર્ષે બટાકાના બજારમાં એટલી જોરદાર તેજી જોવા મળી હતી કે ખેડૂતોના બટાકાનો ભાવ ખુલ્લા બજારમાં પણ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરતાં પણ વધારે મળી રહ્યો છે. તેથી આ વર્ષ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરતા કેટલાક ખેડૂતો પણ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ વાવેતર ને બદલે અન્ય બટાકા નું વાવેતર કરશે
આ વર્ષ બટાટા નું વાવેતર વિસ્તાર વધવાની શક્યતાઓ : જે પ્રમાણે આ વર્ષે બટાકાના ભાવ ઊંચકાયેલા જોવા મળ્યા છે અને આગામી સમયમાં જો બિયારણના ભાવ સારા રહેશે તો એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું બમ્પર વાવેતર થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે એક માસ બાદ બટાકાનું વાવેતર શરૂ થનાર છે ત્યારે આ વર્ષે બટાટા નો વાવેતર વિસ્તાર વધવાની સંભાવના વધી છે.
બનાસકાંઠા જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ 35 થી 40 ટકા બટાકાનો જથ્થો રહ્યો હોવાનું અનુમાન: બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંદાજિત 200 જેટલા કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો રવિ સિઝન બાદ સંગ્રહ થયો હતો ત્યારે શરૂઆતમાં જ બટાકાના સારા ભાવો વચ્ચે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થયેલા બટાકાના પણ ઊંચા ભાવો મળી રહ્યા છે ત્યારે હજુ આગામી ડીસેમ્બર માસ સુધી કોલ્ડ સ્ટોરેજ ના બટાકા ચાલશે.
Tags all-time Banaskantha Potato prices