ગુજરાતી સિંગર અને ગુજરાતી અભિનેત્રી મા જગતજનની અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને ગુજરાતી સિંગરે અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને ગબ્બર ખાતે અખંડ જ્યોતની પૂજા અર્ચના કરી: શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવતા હોય છે. અનેકો નેતા અભિનેતા પણ મા અંબાના દર્શન કરવા મા જગતજનની અંબાના મંદિરે આવે છે. ત્યારે આજે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને ગુજરાતી સિંગર મા અંબાના ચરણે પહોંચી હતી.
સવારે મોનલ ગજ્જર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને કિંજલ દવે ગુજરાતી સિંગર યાત્રાધામ અંબાજી ખાતે પહોંચી હતી અને મા જગતજનની અંબાના મંદિરે પહોંચતા અંબાજી મંદિર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુજરાતી સિંગર અને ગુજરાતી અભિનેત્રી મા જગતજનની અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મા જગતજનની અંબાના નિજ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવ્યા બાદ મોનલ ગજ્જર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને કિંજલ દવે ગુજરાતી સિંગર અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર પહોંચ્યા હતા. ત્યાં ગબ્બર પર્વત પર મા જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.