ડીસાના બજરંગ નગરમાં ઈ-સ્ફુટીની બેટરીમાં બ્લાસ્ટ : ચાર્જિંગમાં મુકેલ બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરના બજરંગ નગરમાં એક મકાન બહાર ચાર્જિંગમાં મુકેલ ઈ-વાહન સ્કુટીની બેટરીમાં અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેથી દોડધામ મચી હતી સદનસીબે જાનહાની ટળી હતી.

ડીસાના કાંટ રોડ ઉપર આવેલ બજરંગ નગરમાં રહેતા મહેશભાઈ માળીના મકાન આગળ ઇ-વાહન સ્કુટી ચાર્જમાં મૂકેલું હતું. તેમની દીકરી સ્કુટી ચાલુ કરવા જતા ચાલુ થઈ ન હતું જેથી તેણે તેના પપ્પાને ફોન કરતા તેઓ જણાવેલ કે બેટરી બહાર કાઢીને ફરીથી લગાવવા જતા અચાનક બેટરીમાં બ્લાસ્ટ થઈ આગની જ્વાળાઓ છૂટી હતી.ભારે ગરમીના કારણે ચાર્જિંગમાં મુકેલ બેટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.ધડાકાભેર અવાજ સાથે બેટરી ભડભડ સળગી ગઈ હતી. અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગતા સોસાયટીમાં પણ દોડધામ મચી હતી. આજુબાજુથી લોકોએ દોડી આવી આગ ઓલવવાની કોશિશ કરી હતી. જોકે સદનસીબે જાનહાની ટળી હતી.

અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હોય ઇ-વાહન ધરાવતા લોકોએ પણ ચાર્જિંગ કરવામાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ લગભગ બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન વાહન ચાર્જ કરવાનું  હીતાવહ રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.