ડીસામાં ભાજપ પ્રદેશ પ્રમુખનું ગૌમાતાઓ દ્વારા સ્વાગત…!?

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા શહેરમાં ગૌમાતા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરે છે’ તેવા બેનરો લગાવી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેમાં ‘અમારા નામે વોટ લીધાં તો અમારી મુલાકાત પણ કરો’ ના સુચક બેનરો જિલ્લાભરમાં ચર્ચાના ચગડોળે ચડ્યા હતા.
દાતાઓના દાન ઉપર ર્નિભર ગૌશાળાઓ અને પાંજરાપોળમાં અબોલ પશુ જીવોનું લાલન પાલન થાય છે. પરંતુ લોકડાઉન બાદ દાન બંધ થઈ ગયું છે અને સરકારે પણ સહાય સ્થગિત કરતા હજારો અબોલ જીવોને મરવાનો વારો આવ્યો છે. જેથી અબોલ જીવોને બચાવવા સંચાલકોએ આંદોલન છેડયું છે જેમાં પ્રથમ ગ્રામીણ વિસ્તારના પશુઓ પંચાયતમાં છોડી દેવાયા બાદ ડીસાની સરકારી કચેરીઓ આગળ ગાયોની વેદના વ્યક્ત કરતા બેનરો લગાવાયા હતા. તેનાથી આગળ વધીને સંચાલકોએ આજે ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાત ટાણે જ સૂચક અને માર્મિક બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. જે બેનરો જિલ્લાભરમાં ચર્ચાસ્પદ બન્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.