પાલનપુર અને વિરમગામમાં ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારી, સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસનો લાઠીચાર્જ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જોવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ​​​​​​બીજીતરફ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા. પરંતુ જ્યાં હાર્દિક પટેલે મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-2માં ભાજપ-અપક્ષની પેનલ જ ચૂંટણી લડી રહી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. સાંજે 4 સુધીમાં જિલ્લા પંચાયતમાં 48.46 ટકા, તાલુકા પંચાયતમાં 50.63 ટકા અને નગરપાલિકામાં 33.56 ટકા મતદાન થયું.

ગાંધીનગર તેમજ નસવાડીમાં વરરાજા લગ્નના સાત ફેરા ફરતા પહેલા સાત ફેરા કરતા પહેલા લોક સાહિના પર્વમાં ભાગીદાર બની મતદાન કર્યું હતું. જ્યારે ગોધરા-ગોંડલમાં EVM બંધ થતા ઉમેદવારો તેમજ મતદારો રોષે ભરાયા હતા. સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ચૂંટણીની પૂર્વ રાત્રિના કોંગ્રેસના ટેકેદારો ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.