પાલનપુર ખાતે ચંદ્રયાનના સફળ લેન્ડિંગની ભાજપે કરી ઉજવણી કરાઈ
અંતરિક્ષની દુનિયામાં ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ કરી ભારતે ઇતિહાસ રચ્યો છે. જેને પગલે દેશભરમાં જશ્નનો માહોલ છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આતશબાજી કરી ઉજવણી કરાઈ હતી.આજે ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ કરી ભારતે ઇતિહાસ રચતા 140 કરોડ ભારતીયો ગૌરવ મહેસુસ કરી રહ્યા છે. દેશભરમાં ચંદ્રની ધરતી પર ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણની ઉજવણી થઈ રહી છે. ત્યારે પાલનપુરના ગુરુનાનક ચોક ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ બદલ આતશબાજી કરી મોં મીઠું કરાવી ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ ને પગલે ભારત વિકસિત રાષ્ટ્ર તરફ અગ્રેસર થઈ રહ્યું હોવાનું જણાવી દેશના વૈજ્ઞાનિકો સહિત દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.