ડીસામાં ભાજપ ઉમેદવારનો અનોખો પ્રચાર, શાકભાજીના વેપારીઓ અને મજૂરો પાસે બેસી તેમના પ્રશ્નો સાંભળ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

વિધાનસભા 2022ની ચૂંટણી હવે અલગ-અલગ રંગ બતાવી રહી છે અને આ રંગમાં નેતાઓ પણ રંગાઈ ગયા છે. ત્યારે ડીસા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી આજે વહેલી સવારના શહેરના શાક માર્કેટ પહોંચ્યા હતા અને જાતે જ ચાની રેંકડી પર ચા બનાવીને વેપારીઓ અને મજૂરોને પીવડાવી હતી. પ્રવીણ માળી એક યુવા નેતા છે અને આજે વહેલી સવારના તેમના સ્વરૂપને જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

પ્રવીણ માળીએ વેપારીઓ અને મજૂરોને ચા પીવડાવ્યા બાદ મજૂરો સાથે બેસીને વાતચીત પણ કરી હતી. શાક માર્કેટમાં મજૂરી કરતા મજૂરોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. યુવા નેતા અને ઉમેદવાર અચાનક મજૂરો અને મધ્યમ વર્ગના વેપારીઓ સાથે આવી તેમની જોડે બેસી વાતચીત કરતા લોકોએ પણ તેમનો આભાર મન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.