દાંતા અને અંબાજી હાઇવે પર કારચાલકે બાઈકચાલકને અડફેટે લેતા બાઈક સવારનું મોત
દાંતા થી અંબાજી વચ્ચે આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે : દાંતાથી અંબાજી જતી કારે અકસ્માત કર્યો હતો. જેમાં એક બાઈકસવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કારની સ્પીડ એટલી જોરદાર હતી કે, બાઈકચાલક બાઈક સાથે રોડ ઉપરથી ખેતરમાં જઈ પડ્યો હતો.
બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઇમરજન્સી 108 ઘટનાસ્થળે આવતા યુવકને મૃત જાહેર કર્યો હતો. હાઇવે માર્ગ પર પાછળથી કારે બાઈકને જોરથી ટક્કર મારી અને કારચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જો કે, અકસ્માત સર્જાયા થોડીવાર બાદમાં કારચાલક જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટાભાગે પહાડી અને ઢલાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકો મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહનચાલકોના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઢલાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે.