ડીસાના માલગઢ પાટીયા પાસે થયેલા અકસ્માતમાં બાઈક સવારનું સારવાર દરમિયાન મોત
રોંગ સાઈડ માં આવતી ટ્રકે બાઈક ને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
રાજસ્થાનના બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાના અહેવાલ: ડીસા ભીલડી હાઇવે ઉપર સોમવારની મોડી સાંજે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થતા 108 વાહન મારફતે ડીસા સારવાર ખાતે ખસેડાયો તો પણ વધુ ગંભીર ઇજાઓ કારણે વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હોવાના સમાચાર મળ્યા છે.
માલગઢ પાટિયા પાસે ગત મોડી સાંજે રોંગ સાઈડ એ રેતી ભરી જઈ રહેલ ટ્રક ચાલકે બેદરકારી ભરી રીતે હંકારતા ડીસા તરફથી આવી રહેલ બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર મૂળ રાજસ્થાન ના ગામ પાડી ના લખવારા દિનેશકુમાર ચુનીલાલ ને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 વાહન મારફતે સારવાર થઈ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ગંભીર ઇજાઓના કારણે ડીસા સારવાર બાદ પાલનપુર ખાતે ખસેડવામા આવ્યા હતા જે સારવાર દરમિયાન રાજસ્થાનના દિનેશકુમાર લખવારા નું મોત નિપજતા રોંગ સાઈડે ચાલતી ટ્રકે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે ત્યારે કુપટ પાટીયા થી રોંગ સાઈડ માં ચાલતી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.