ડીસાના ઝેરડા નજીક બાઇક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ઝેરડા- પમરૂ ત્રણ રસ્તા પર આજે બાઇક અને સ્વિફ્ટકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બનાસડેરીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા મેતુભા વાઘેલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જ્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોને લઈને અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઈક સવારો બન્યા છે

જેમાં ક્યાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ક્યાંક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે આવો જ એક અકસ્માત ડીસા તાલુકાના ઝેરડા- પમરૂ ત્રણ રસ્તા પાસે સર્જાયો હતો જેમાં ઝેરડા પાસે આવેલ બનાસડેરીની મંડળીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા મેતુભા વાઘેલા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પમરું ચાર રસ્તા પાસે સ્વીફ્ટ કાર સાથે અકસ્માત નડયો હતો જ્યાં અકસ્માત સર્જાતા તેઓ રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા

જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ પણ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.