ભિલડીમાં પત્નીએ આવેશમાં આવી પતિનું મર્ડર કર્યું, પુત્રએ સાથ આપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ભિલડીમાં પત્નીએ તેના પુત્ર સાથે મળી તેના પતિની જ હત્યા કરી નાંખી છે. ભીલડી કોલેજની બાજુમાં રહેતા પ્રવીણભાઈ શંકરભાઈ વશરામભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી નરેશ તથા શાંતાબેને સાથે મળી તેમના પિતા- પતિ સાથે સામાન્ય બોલાચાલી થતાં ગળુ દબાવી નીચે પાડી દઈ શાંતાબેને માથાના ફાડિયા વળે આંટી મારી હતી. આ સાથે નરેશે એક છેડો પોતાના પગ નીચે દબાવી અને બીજો છેડો પોતાના હાથ વડે ખેંચી મોત નિપજાવ્યું હતું. આ સાથે શાંતાબેને પણ ધોકા વડે માર મારી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી.

કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે ભીલડી માં આવેશમાં આવી પત્નીએ પતિની હત્યા કરી નાંખી છે. જેમાં તેના પુત્રે પણ સાથ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલે સાંજે કોઈ કારણસર હત્યારા માતા – પુત્ર અને મરણ જનાર પુરુષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં આરોપી મહિલા અને તેના પુત્રએ ભેગા મળી ગળુ દબાવી અને માર મારી હત્યા કરી નાંખી હતી. જેને લઇ પોલીસે આરોપી માતા અને પુત્ર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ભીલડી પોલીસે આરોપી નરેશભાઈ શંકરભાઈ વશરામભાઈ પરમાર અને શાંતાબેન શંકરભાઈ વશરામ ભાઈ પરમાર, બંને. રહે. રતનપુરા ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, તા. ડીસા સામે IPC  કલમ 392,114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.