ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા મહિલા શક્તિ દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલમાં વક્તવ્ય યોજાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

કિશોર અવસ્થામાં મહિલાઓનું આરોગ્ય વિષય પર ડી .એન.પી.ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ૯,૧૦,૧૧,૧૨ ની વિદ્યાર્થીનીઓનું આજરોજ ડોક્ટર હીનાબેન પટેલ (એમડી ગાયનેકોલોજીસ્ટ) નું 30 મિનિટનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું ત્યારબાદ દીકરીઓને ગાયનેકને લગતા જે પ્રશ્નો હોય તેની 35 થી 40 મિનિટની પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ હતી. તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દીકરીઓ હાજર રહી હતી અને ડોક્ટર હીનાબેને તેમને ખૂબ જ સરળ અને સુંદર ભાષામાં તેમના પ્રશ્નોને સમજી અને તેમને યોગ્ય માર્ગદર્શન કર્યું અને કાર્યક્રમના હેતુને સફળ બનાવ્યો તે બદલ ડોક્ટર હીનાબેન પટેલનો તેમજ શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ અને ભારત વિકાસ પરિષદની મહિલા શક્તિની કાર્યક્રમમાં હાજર રહેનાર બહેનોનો તેમજ કાર્યક્રમમાં હેલ્પ કરવા બદલ ડોક્ટર પરેશભાઈ પટેલ અને રાજુભાઈ વકીલનો પણ મહિલા સંયોજિકા શિલ્પાબેન ઠક્કર, સહ સંયોજિકા પ્રીતિબેન શાહ અને વીણાબેન માધવાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.