વડગામ તાલુકાના લીંબોઈ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડગામ તાલુકાના લીંબોઈ ગામમાં પ્રવેશતાં પ્રાથમીક શાળામાં બાળકો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ લાભ આપવામાં આવ્યા હતા.રથ અન્વયે આઇ.સી ડીએસ વિભાગ દ્વારા ગર્ભવતી બહેનોને માતૃશક્તિ ના પેકેટ તથા કિશોરીઓને સરકારના પૂર્ણા આહાર પેકેટ તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ અને આંગણવાડી બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.

વિશ્વનેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૯ વર્ષના સાશનમાં દરેક વર્ગના સમાજના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વ્યક્તિગત લાભો આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીના નામે ચાલતી વિવિધ કેન્દ્ર સરકારની ૧૭ જેટલી ગરીબ લક્ષી યોજનાઓથી યુવાનો , મહિલાઓ તથા કિસાનોને સીધો લાભ મળ્યો છે એમ જણાવી ઉપસ્થિત મહેમાનોએ લોકોને યોજનાકીય લાભ લેવા અપીલ કરી હતી.આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પ્રવિણસિંહ રાણા, તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય અને જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશ્ચિન સકસેના તથા મહામંત્રી લાલાજી ઠાકોર ઉપપ્રમુખ બાલકૃષ્ણ જીરાલા, વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર, સંગઠન મહામંત્રી સતીષભાઈ ભોજક તથા વિસ્તારક યોવનભાઈ મેવાડા, ચંપકભાઈ બારોટ, લીંબોઈ ગામના સરપંચ વર્ષાબેન બારોટ, પૂર્વ સરપંચ ભીખાભાઈ જગાણીયા તથા વહીવટી તંત્ર વડગામ તાલુકા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.