ભાભરના ૧૦ બીએલઓ ગેરહાજર રહતા નોટિસ ફટકારવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ. આ
કાર્યક્રમ દરમ્યાન જે કોઈને નવું ચુંટણી કાર્ડ કઢાવવાનું હોય, કોઈ સુધારા કરાવાના હોય તેનાં માટે ખાસ ઝુંબેશ તા. ૨૧/૮/૨૦૨૨ રવિવાર,ના રોજ ભાભર શહેર અને તાલુકાની શાળાઓમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન ભાભર મામલતદાર કે.પી.અખાણી દ્વારા ચાલુ કાર્યક્રમ દરમિયાન ભાભર શહેર અને ભાભર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કામ કરતા બીએલઓ ની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં આ કાર્યક્રમ દરમ્યાન કેટલાક બીએલઓ ગેરહાજર જણાઇ આવેલ હતા. જેમાં ચૌધરી રામસેગભાઇ જાંમાભાઇ, ભાભર જુના પ્રાથમિક શાળા નં ૪, રબારી જલાભાઇ અમથાભાઇ ભાભર નવા પ્રાથમિક શાળા નં ૩, ચૌધરી જશવંતભાઇ બાબુભાઈ ગામ વજાપુર જુના પ્રાથમિક શાળા, અનુપસિહ રાઠોડ વજાપુર જુના પ્રાથમિક શાળા, પલ્કેશજી કે ઠાકોર,ગામ સનેસડા પ્રાથમિક શાળા, જતીનકુમાર મણીલાલ સનેસડા પ્રાથમિક શાળા, પટેલ પ્રકાશકુમાર બાબુલાલ ગામ સનેસડા પ્રાથમિક શાળા, નાયક પ્રકાશભાઇ
અરવિંદભાઈ ગામ દેવકાપડી પ્રાથમિક શાળા, પંડયા નિમેશકુમાર એચ, ગામ મેરા પ્રાથમિક શાળા, પ્રજાપતિ પ્રકાશભાઇ જે ગામ મેરા પ્રાથમિક શાળા આમ કુલ મળીને કુલ ૧૦ જેટલા બીએલઓ પોતાની કામગીરી દરમિયાન ગેરહાજર રહેલ જણાઇ આવતાં આ બાબતે મામલતદાર દ્વારા નોટીસ આપી ખુલાસો માગવામાં આવેલ. તેમજ કેટલીક શાળાના આચાર્યોએ શાળાની ચાવી ન આપતા બીએલઓ ગેરહાજર રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.આમ ભાભર મામલતદાર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતાં ગુલ્લી મારતાં શિક્ષકોની પોલ ખુલી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.