વરસાદે વિરામ લેતાં ભાભર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

રોડ રસ્તાઓની સાફ સફાઈ, દવાઓનો છંટકાવની કામગીરી હાથ ધરાઈ: બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને વરસાદી આફત સામે એલર્ટ અને એક્શન મોડમાં રહેવાની સૂચના આપવામાં આવેલ છે.

જે અંતર્ગત વરસાદે વિરામ લેતાં ભાભર શહેરમાં પણ મેઘરાજા મનમુકીને વરસતા પાલિકાતંત્ર હરકતમાં આવ્યું છે. ભાભર નગરપાલિકા તંત્ર સજજ બન્યું છે. જેના પગલે વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ હાથ ધરી નગરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સાફ સફાઇ કરવામાં આવી હતી. જાહેર માર્ગો પર જ્યાં દિવસ દરમિયાન સફાઈ ન થઈ શકે એમ હોય ત્યાં રાત્રિ દરમિયાન સફાઈ કરી નગર ચોખ્ખું કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત રોગચાળો ન વધે એ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.